આજે સવારે શ્યામબાપા હેર કટિંગ કરતા કરતા કહે છે, "બા, આ ટી-ટ્વેન્ટીમાં તો કોઈ દિકરો પંદર ગેંદ પર ચાર છક્કા મારે ને બીજે દિવસે આઈપીએલ લીગમાં કરોડોમાં વેચાય." ને હું વિચારું — આપણા ગલીના છોકરાઓને મેદાન નથી મળતું, ને ફ્રેન્ચાઇઝીની ગાદી પર જે બેઠા છે એમને ખબર નથી કે ખાઉધરાપણું ક્યાં સુધી ચાલશે. ક્રિકેટની થાળીમાં કેરી ઓછી ને ભુસા વધારે થઈ ગયો લાગે છે, યાર.
#country#west-indies
Jump in to reply — no account needed.